Home> Entertainment
Advertisement
Prev
Next

Ileana D’Cruz પર લટ્ટુ થયો Katrina Kaif નો ભાઈ! બન્ને પડોશમાં રહેતા હતા અને લડી ગયો પેચ

આ ફેમસ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે કેટરિના કૈફનો ભાઇ, કોફી વિથ કરણમાં કરણ જોહરે કર્યો ખુલાસો

Ileana D’Cruz પર લટ્ટુ થયો Katrina Kaif નો ભાઈ! બન્ને પડોશમાં રહેતા હતા અને લડી ગયો પેચ

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે સતત પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. આ દિવસોમાં ઇલિયાના ડીક્રુઝ તેની લવ લાઇફને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે ઇલિયાના એક્ટ્રેસ કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. તે જ સમયે, કરણ જોહરે આ રિપોર્ટ પર મહોર લગાવી છે. કેટરિના કૈફ ફોફી વિથ કરણના નેક્સ એપિસોડમાં હાજરી આપવાની છે. એ પહેલાં વાયુવેગે તેના ભાઈ અને એક જાણીતી અભિનેત્રીના સંબંધોની વાત સોશિયલ મીડિયામાં પ્રસરી ગઈ છે. આવી સ્થિતિમાં કરણે કેટ સાથે તેના પરિવાર વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા.

આ દરમિયાન કરણ જોહરે પણ કેટરિના કૈફના પરિવાર સાથે ઇલિયાનાના રિલેશનશિપ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, ‘અમારે આની પુષ્ટિ કરવાની જરૂર નથી’. કરણે આગળ કહ્યું, ‘મેં માલદીવ ટ્રિપના ફોટા જોયા હતા અને હું વિચારતો હતો. પછી મેં કહ્યું – સારું, મેં પાર્ટીમાં મારી સામે આ બંનેને મળતા જોયા અને પછી મેં વિચાર્યું કે કંઈક તો સેટિંગ છે. આ સાંભળીને એક્ટ્રેસ હસવા લાગી. તેણે સ્વીકાર્યું કે કરણની નજર તેની આસપાસની દરેક વસ્તુ પર છે.

ઇલિયાના અને સેબેસ્ટિયન લોરેન્ટ લંડનમાં રહે છે. ઈલિયાનાનું લંડનનું ઘર સેબેસ્ટિયનના ઘરની ખૂબ નજીક છે. એવું કહેવાય છે કે બંને લંડનમાં એકબીજાને મળતા રહે છે. આ પહેલા ઇલિયાના એક અંગ્રેજ ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સાથે રિલેશનશિપમાં હતી. તે સમયે બંનેના સીક્રેટ વેડિંગના સમાચાર સામે આવ્યા હતા, જોકે બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

જુલાઈ મહિનામાં કેટરિનાની બર્થડે પાર્ટીમાં માલદીવ ટ્રિપ પર ઇલિયાના ડીક્રુઝ સાથે જોવા મળી હતી. કેટરીના કૈફે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જ્યારથી સેબેસ્ટિયન સાથેના રિલેશનશિપના સમાચાર વાયરલ થઈ રહ્યા હતા ત્યારથી આ તસવીરમાં ઈલિયાના ડીક્રુઝ પણ જોવા મળી હતી. જો કે, કપલે હજુ સુધી પોતાની વાતની પુષ્ટિ કરી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More